ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ફોટાનો ઉપયોગ નહીં કરી શકાય

નવી દિલ્હીઃ ચૂંટણી વિભાગે રાજનીતિક દળોને સૂચના આપી છે કે ચૂંટણી પ્રચાર અને જાહેરાતમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલના ફોટાનો ઉપયોગ નહીં કરી શકાય. આ પદ સંવૈધાનિક છે અને પાર્ટી રાજનીતિથી ઉપર છે. રાષ્ટ્રપતિ ભવન સચિવાલયેચૂંટણી વિભાગનું ધ્યાન એ બાબતે દોર્યું છે કે કેટલાક રાજનીતિક દળો અને અનેક ઉમેદવાર ચૂંટણી પ્રચાર અભિયાનમાં બેનર પોસ્ટર, કાગળીયા અને કેટલાક તો જાહેરાતમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે રાજ્યપાલના ફોટાનો ઉપયોગ કરે છે. જે અસંવૈધાનિક છે.

વિભાગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજનીતિક પક્ષોને આમ ન કરવાની સૂચના છે. સાથે જ પોતાના ઉમેદવારોને આ મામલે સચેત કરવા જણાવ્યું છે. આ સૂચના પ્રમાણે આમ કરવાથી વિભાગ સખ્ત પગલાં લેશે. તેના માટે જવાબદાર માત્ર ઉમેદવાર જ નહીં સંબધિત રાજનીતિક દળ પણ રહેશે.

http://sambhaavnews.com/

You might also like