VIDEO: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર, યોજાઇ પ્રેસ કોન્ફરન્સ

ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણીમાંથી પરવાર્યા બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગાંધીનગરમાં ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જે મુજબ રાજ્યમાં 17 ફેબ્રુઆરીએ હવે મતદાન યોજાશે.

આ માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 3 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. પુનઃમતદાનનાં કિસ્સામાં 18મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની મતગણતરી 19 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ખાલી જગ્યા માટે પેટાચૂંટણી પણ યોજાશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ
ગાંધીનગરમાં ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
75 નગરપાલિકાની યોજાશે ચૂંટણી
નગરપાલિકામાં આજથી આચારસંહિતા લાગુ
ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 3 ફેબ્રુઆરી
17 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
પુનઃમતદાનનાં કિસ્સામાં 18 ફેબ્રુઆરીએ મતદાન
મત ગણતરી 19 ફેબ્રુઆરીએ હાથ ધરાશે

You might also like