સરકારે EBC રદ્દ કરવાનો લીધો નિર્ણય : તમામ પરિપત્રો નિરસ્ત

અમદાવાદ : પાટીદાર આંદોલન અને અન્ય સવર્ણો દ્વારા સતત અનામતની વધી રહેલી માંગ અને અસંતોષને ખાળવા માટે સરકારે ઇબીસી ક્વોટા ફાળવવામાં આવ્યો હતો. જો કે તેને સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારનાં આ નિર્ણયને ગેરબંધરાણીય ઠેરવવામાં આવ્યો હતો.

વિજય રૂપાણી સરકારે આ નિર્ણયને પાછો ખેંચી લીધો છે. સાથે સાથે અત્યાર સુધી કરાયેલા તમામ પરિપત્રોને પણ નિરસ્ત કર્યા છે. 10 ટકા ઇબીસીનાં નિર્ણયને સ્થગિત કરતું જાહેરનામું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે જો કે સરકારને રાહત આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે પણ એડમિશન ઇબીસી હેઠળ થઇ ચુક્યા છે તેને રદ્દ કરવામાં નહી આવે. તે તમામ એડમિશન સહિતની પ્રક્રિયાઓ યથાવત્ત રહેશે. જો કે હવે પછીની કોઇ પણ પ્રક્રિયામાં ઇબીસી હેઠળ પ્રક્રિયા નહી થઇ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઇબીસી ક્વોટા મુદ્દે હાઇકોર્ટમાં અરજી થઇ હતી. જો કે હાઇકોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવીને કોટા રદ્દ કર્યો હતો. ત્યાર બાદ સમગ્ર મુદ્દો સુપ્રીમમાં પહોંચ્યો હતો. જો કે સુપ્રીમે પણ 50 ટકાથી વધારેની અનામતને ગેરબંધારણીય ઠેરવીને ચુકાદો રદ્દ કર્યો હતો. જેનાં પગલે સરકારને પોતાની અનામત્ત રદ્દ કરવાની ફરજ પડી હતી.

You might also like