બ્રેઇન પાવર વધારવો હોય તો તીખાં મરચાં ખાવ

થોડા સમય પહેલા એવું સંશોધન થયું હતું કે તીખાં મરચાં ખાવાથી વજન ઘટાડી શકાય છે. હવે બ્રાઝિલના રિસર્ચરોનું કહેવું છે કે જો બ્રેઇન પાવર વધારવો હોય તો તીખાં મરચાં ખાવાં જોઈઅે. પાર્સલી, થાઈમ, કેમ માઈલ જેવા હર્બ્સ અને લાલ મરચાંમાં અેપીગેનીન નામનું કેમિકલ હોવાનું નોંધાયું હતું. અા કેમિકલમાં એક પ્રકારનું ફ્લેવનોઈડ કેમિકલ છે જે મગજમાં શીખવાની ક્ષમતા અને મેમરી પાવર વધારે છે. અા પ્રકારના કેમિકલ ચેતાતંતુઅોના સંદેશાવહનના નેટવર્કને સતેજ રાખવામાં ખૂબ મહત્વના હોય છે.

You might also like