ઓર્ગેનિક ફળ અને શાકભાજી ખાવાથી કેન્સરની શક્યતા ઘટે..!

રસાયણમુક્ત ફળ અને શાકભાજી ખાવાથી કેન્સર થવાની સંભાવના ઘટે છે. અમેરિકાની ઇન્ટર્નલ મેડિ‌સિન જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ જે લોકો ઓર્ગેનિક ફૂડ ખાય છે તેમને કેન્સરનું રિસ્ક અન્ય લોકો કરતાં રપ ટકા જેટલું ઓછું હોય છે.

વિવિધ પ્રકારના કેન્સરને ઓર્ગેનિક ફૂડ સાથે કેવો સંબંધ છે એ પણ આ સ્ટડીમાં નોંધાયું છે. કોઇ પણ પ્રકારના રાસાયણિક છંટકાવ વિના ઉગાડેલી ચીજો ખાવાથી મેનોપોઝ પછી જોવા મળતું બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના ૩૪ ટકા જેટલી ઘટે છે.

લિમ્ફોમા પ્રકારનું લોહીનું કેન્સર થવાની સંભાવના ૭૬ ટકા અને નોન હોજકિન લિમ્ફોમા પ્રકારના કેન્સરની સંભાવના ૮૬ ટકા જેટલી ઘટે છે. સંશોધકોનું કહેવું છે કે ઓર્ગેનિક ફળ અને શાકભાજી ખાવા માત્રથી કેન્સરનું જોખમ ઘટી જાય છે એવું નથી, કેમ કે કેન્સર પેદા કરવા માટે બીજાં પણ ઘણાં પરિબળ કારણભૂત છે.

You might also like