બદામ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું સ્વાસ્થ્ય સુધરે છે

ટાઈપ-ટુ પ્રકારનું ડાયાબિટીસ ધરાવતા ભારતીય દર્દીઓએ રોજના ખોરાકમાં બદામનું સેવન કરવું જોઈએ. અામ કરવાથી હૃદયમાં લોહી લાવવા લઈ જવાનું કામ કરતી મુખ્ય રક્તવાહિનીઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ડાયાબિટીસ ફાઉન્ડેશન ઈન્ડિયાના ડિરેક્ટર ડો. અનુપ મિશ્રાનું કહેવું છે કે ભારતમાં ડાયાબિટીસનો રોગ ખૂબ જ હદે વકર્યો છે. તેના લીધે મેટાબોલિઝમમાં પણ ગરબડ પેદા થાય છે. રોજ થોડીક માત્રામાં બદામ ખાવાથી રક્તવાહિનીઓ તેમજ મેટાબોલિઝમની સમસ્યામાં સુધારો થાય છે. બદામમાં રહેલા જરૂરી ફેટી એસિડના કારણે શુગરનું એનર્જીમાં રૂપાંતર થવાની ક્રિયામાં પણ મદદ થાય છે.

http://sambhaavnews.com/

You might also like