ફળ અને શાકભાજી ખૂબ ખાશો તો ડિપ્રેશન દૂર થઈ જશે

હેલ્ધી લાઈફસ્ટાઈલ કેળવવા માટે શાકભાજી અને ફળનો ઘણો મહિમા છે. ફળ અને શાકભાજી વધુ પ્રમાણમાં ખાવામાં અાવે તો ડિપ્રેશન જેવી બીમારી પણ દૂર થઈ શકે છે. ન્યુઝિલેન્ડના સંશોધકોનું કહેવું છે કે શાકભાજી અને ફળ ભોજનમાં વધુ માત્રામાં ઉમેરવાથી ડિપ્રેશન માત્ર બે વીકમાં કંટ્રોલમાં અાવી જશે. તેમણે ૧૮થી ૨૫ વર્ષની વયના ૨૦૦ જેટલા લોકો પર રિસર્ચ કરીને અા તારણ અાપ્યું હતું. નિયમિત ફળ અને શાકભાજી મોટી માત્રામાં લેનારા યુવાનોનો મુડ, કામ કરવાનું મોટિવેશન અને માનસિક રીતે હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like