વધુ પડતી મીઠાઈ કે ગળ્યું ખાવાથી હાર્ટ ડિસીઝ થશે

દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે આપણને સ્વાસ્થ્ય માટે એલર્ટ કરી દે એવો અભ્યાસ પબ્લિશ થયો છે. બ્રિટનની યુનિ.ના રિસર્ચરોનું કહેવું છે કે ખૂબ મીઠાઇ અથવા તો ગળ્યા પીણાં વધુ માત્રામાં લેવાય તો હાર્ટ ડિસીઝ થવાનું જોખમ વધુ છે. જો તમને હાર્ટની કે બ્લડ શુગરની તકલીફ ન હોય તો પણ આ બાબતે જીભ પર કંટ્રોલ જાળવવો બહુ જ આવશ્યક છે. મીઠાઇઓ અને ગળ્યાં પીણામાંની વધારાની શુગરને કારણે લોહીમાં તેમજ લિવરમાં ફેટનું પ્રમાણ વધે છે. લોહી અને લિવરમાં ચરબી અને કોલેસ્ટોરેલનો ભરાવો થવાને કારણે હાર્ટમાં લોહી લઇ જવા અને લાવવાનું કામ કરતી રક્તવાહિનીઓની કામગીરી ખોરવાઇ જાય છે.

You might also like