રાત્રે મોડું જમશો તો આ રોગ થવાનો રહેશે ખતરો

આપણે ઘણા લોકોને જોયા છે કે તે મોડી રાતે જમતા હોય છે. આમ તો જોવા જઇએ તો રાતે 8 વાગ્યા પછી જમવું એ આપણા શરીરની સાથે રમત રમવા જેવુ છે. રાતના સમયે જમવાથી શરીરમાં વધારાની ચરબી જમા થઇ જાય છે. તેમજ સાથે જમવાને પચવાનો સમય મળતો નથી અને તમે તે પહેલા જ સૂઇ જાવ છો. જે લોકોને મેદસ્વિતાની સમસ્યા હોય છે, તો તેમની મેદસ્વિતાનું એક આ પણ સૌથી મોટું કારણ હોઇ શકે છે.

મોડી રાતે જમવાથી એક વિશેષ પ્રકારનું ડિસ્ઓર્ડર થઇ જાય છે. આ માનસિક ખામીમાં વ્યક્તિને હંમેશા જમવા માટેનો જ વિચાર આવ્યા કરે છે. તે સારી રીતે સૂઇ શકતો નથી અને તેને સૂતા સમયે પણ જમવા માટેના જ સપના આવે છે.

આ ડિસઓર્ડરમાં તેમની ચિંતા ઘણી વધી જાય છે અને મૂડ પણ ખરાબ રહે છે. મેલાટોનિનનો રેટ અને કાર્સિટોનનો રેટ શરીરમાં વધી જાય છે. આ ડિસઓર્ડરમાં તેમની ચિંતા ઘણી વધી જાય છે અને મૂડ પણ ખરાબ રહે છે. મેલાટોનિનનો રેટ અને કાર્સિટોનનો રેટ શરીરમાં વધી જાય છે.

રાતે ભોજનનો સમય બિલકુલ યોગ્ય હોવો જોઇએ. જો તમે સાંજે 6 વાગે જ જમવાનું જમી લો છો અને મોડી રાતે સૂવો છો તો લગભગ 6 કલાક પછી તમારું પેટ બિલકુલ ખાલી થઇ ગયું હશે, એવામાં ફરી તમે કંઇ ખાશો તો ફરીથી તમારી શરીરની પ્રતિક્રિયામાં ગડબડ થઇ જશે. ઘણી વાર એવું કરવાથી ઉંધમાં પણ ખલેલ પહોંચે છે. તમે જ્યુસ જેવું કંઇક લઇ શકો છો.

સૂતા પહેલા ઘણા લોકો વ્યાયામ કરવાનું ટાળે છે કારણ કે તેઓ બુસ્ટઅપ ન થઇ જાય તેમજ તેમની ઉંઘમાં ખલેલ પહેંચે નહીં. જો તમે યોગ્ય સમયે ભોજન કરી લો છો તો વ્યાયામ કરવામાં કોઇ સમસ્યા નથી. તેનાથી તમારું સ્વાસ્થય સારું જ રહેશે.

રાતે હળવું અને શાકાહારી ભોજન સૌથી સારું રહે છે. જો તમે મોડી રાતે ભોજન કરો છો તો ભ્રશ કરવાનું ભૂલશો નહીં. અને સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરો.

You might also like