દહી ખાવાથી ઘટે છે વજન, સ્કિન અને હાર્ટને રાખે છે તંદુરસ્ત

દહીમાં હાજર કેલ્શિયમ, પ્રોટિન અને વિટામિન્સ આપણી બોડીને હેલ્ધી રાખવામા ખુબ મદદ કરે છે. તે પેટ માટે તો સારુ છે જ સાથે સાથે તે વજન ઉતારવામાં પણ મદદગાર છે. તે પાચન શક્તિ પણ વધારે છે, જેને કારણે કબજીયાત, ગેસ સંબંધિત બીમારી તેમજ પેટ સંબંધીત કોઇપણ તકલીફથી બચી શકાય છે. આ માટે દરરોજનાં ભોજનમાં દહી, છાશ કે લસ્સી શામેલ કરવી આવશ્યક છે. તે ડાયજેશન વધારશે સાથે શરીરની ઇમ્યુનિટી પણ વધારી શકે છે.

નિયમિત રૂપે દહીનું સેવન કરશો તો પેટ સાથે સંકળાયેલી બીમારીઓથી રાહત મળી શકે છે. દહીંમાં જોવા મળતા ન્યુટ્રિશિઅન પાંચન તંત્રને તંદુરસ્ત રાખે છે.

વજન ઉતારે છે દહીં
કેલ્શિયમથી ભરપૂર દહી વજન ઉતારવામાં મદદરૂપ થઈ શકે છે. દહીમાં જોવા મળતાં કોર્ટિસોલની માત્રાને વધારે તે કોલેસ્ટ્રોલ અને હાયપરટેન્શનનું કારણ બને છે.

સ્કિન હેલ્ધી રાખે છે દહીં
તેમાં ઝિંક, વિટામિન A અને ફોસ્ફોરસ હોય છે જેનાંથી તમારી સ્કિન હેલ્ધી રહે છે અને હાર્ટ રાખે છે હેલ્ધી. હાર્ટ સાથે સંક્ળાયેલી અન્ય બીમારીઓ પણ તે મટાડે છે.

હાડકા મજબૂત બનાવે છે
કેલ્શિયમ અને ફોસ્ફોરસ યુક્ત દહીં ખાવાથી હાડકાં મજબુત બને છે અને તેનાં કારણે ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા ઘટે છે.

ઇમ્યૂનિટી પાવર વધારે છે દહીં
દહીંમાં ગૂડ બેક્ટેરિયા હોવાને કારણે શરીરના રોગની પ્રતિકારક ક્ષમતા વધારે છે.

You might also like