દહીં ખાવાથી દૂર થાય છે સોજાની સમસ્યાઃશોધ

જો તમે ક્રોનિકલ સોજાથી પીડાઓ છો તો દહીં ખાવાથી તમને આરામ મળી શકે છે. આ ઉપરાંત દહીં આંતરડાના રોગમાં, સંધિવા અને અસ્થમા જેવા રોગોના પરિબળોને ઘટાળે છે. ‘જર્નલ ઓફ ન્ટૂટ્રિશિયન’ નામની એક પત્રિકામાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જાણવા મળ્યુ છે કે દહીંનું સેવન આંતરડાના સ્તરને સુધારીને સૂજનને ઓછુ કરવામાં મદદ કરી શકે છે.

દહીં એન્ડ્રોટોક્સિન્સને રોકવામાં મદદરૂપ છે, જે સોજા સંબંધી મોલીક્યુલને વધવાથી રોકે છે. અમેરિકામાં વિસ્કોન્સિન મેડિસન યૂનિવર્સીટીના એક સહાયક પ્રોફેસર બ્રેડ બોલિંગે શરીરના તંત્ર પર દહીંના પ્રભાવનો અભ્યાસ કર્યો હતો. તેમણે કહ્યુ કે એસ્પિરિન, નૈપ્રોક્સેન, હાઈડ્રોકોર્ટીસોન અને પ્રીડિસોન જેવી એન્ટી- ઈનફ્લેમેટ્રી દવાઓની મદદથી ક્રોનિક સોજાના પ્રભાવને ઓછો કરી શકાય છે. પણ તેના કેટલાક વિપરીત પરિણામો પણ આવી શકે છે.

120 મહિલાઓ પર કરવામાં આવ્યુ અધ્યયન
શોધકર્તાઓએ 120 પ્રી મૈનોપૌજ મહિલાઓ પર અધ્યયન કર્યુ. તેમા કેટલીક શારીરિક રીતે પાતળી અને જાડી મહિલાઓનો સમાવેશ કરવામા આવ્યો. તેમને 9 સપ્તાહ માટે પ્રતિદિન 12 ઓઝ ઓછી ચરબી વાળુ દહી ખવડાવવામાં આવ્યુ. દુધ વગરના ડેઝર્ટ ખાવા આપવામાં આવ્યા. તેમના લોહીનું પરિક્ષણ કરીને સોજાની તપાસ કરી.

તારણો પરથી જાણવા મળ્યુ કે દહીંનું સેવન કરનારા લોકોમાં સોજાને વધરાનારા કારકો ઓછા મળ્યા, બોલિંગે કહ્યુ કે નિરંતર દહિના સેવનથી એન્ટી-ઈનફ્લેમેટ્રીમાં ફોરફાર જોવા મળ્યા.

You might also like