ચોકલેટમાંનું ખાસ કેમિકલ ડાયાબિટિસ રોકી શકે

ચોકલેટમાં વપરાતા કોકોમાં એપિગેલોકેટેચિન મોનોમર્સ નામનો ઘટક રહેલો છે જે ઓબેસિટી ઘટાડીને બ્લડ-ગ્લુકોઝ લેવલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અમેરિકાના વર્જિનિયામાં આવેલી બ્રિગહેમ યંગ યુનિવર્સિટીના પ્રોફેસરોનું કહેવું છે કે કોકોમાં રેહલો આ ઘાસ ઘટક ઈન્સ્યુલિન હોર્મોનનો સ્ત્રાવ વધારે છે. જોકે એી નોંધી શકાય એવી અસર જોવા માટે તમારે ખૂબ બધું કોકો ખાવું પડે. અલબત્ત, ચોકલેટમાં કોકોનું પ્રમાણ ખૂબ વધુ હોય અને શુગર ઓછી કે નહીંવત હોય તો એનાથી ઉત્તમ ફરક પડે. ચોકલેટમાં શુગરનું પ્રમાણ પણ હોય છે જે ડાયાબિટીઝ માટે સારું નથી. વર્જિનિયાના રિસર્ચરોનું કહેવું છે કે આ ઘટકનાં સપ્લિમેન્ટસ તૈયાર કરવામાં આવે તો ડાયાબિટીઝ અને ઓબેેસિટી પર એનો સૌથી વધુ ફાયદો થાય.

You might also like