કેળાં અને અાવાકાડો ખાશો તો હાર્ટ-ડિસીઝ પ્રિવેન્ટ થઈ શકશે

જેમાં પૂરતી માત્રામાં પોટેશિયમ ખનિજ હોય એવી કુદરતી ખાદ્ય ચીજો ભોજનમાં નિયમિત સમાવવામાં અાવે તો એનાથી રક્તવાહિનીઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. એને કારણે હાઈપરટેન્શન થવાની સંભાવના ઘટી જાય છે. પોટેશિયમથી રક્તવાહિનીઓમાં કેલ્સિફિકેશન થવાની સંભાવના ઘટે છે. એને કારણે કિડની અને હાર્ટ બન્નેનું સ્વાસ્થ્ય સારું રહે છે. કેળાં અને અવાકાડોમાં કેલરી ખૂબ વધારે હોય છે, પરંતુ એમાં રહેલાં સૂક્ષ્મ મિનરલ્સ હાર્ટ અને કિડની બન્નેને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલબામાના શોધકર્તાઓએ ઉંદરો પર કરેલા પ્રયોગમાં નોંધ્યું હતું.

You might also like