એકલા ખાવાથી આવે ઉદાસીનતા

એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જે લોકો એકલા એકલા ખાવા બેસે છે તેઓ સૌથી વધારે ઉદાસીન હોય છે. એકલતા એ વ્યક્તિને અંદરથી કોરી ખાય છે.

જમતી વખતે બે માણસો સાથે બેઠા હોય તો તેમની વચ્ચે વાતચીત થતી હોય છે, તેમનો આંખથી આંખનો કોન્ટેક્ટ થતો હોય છે અને આના લીધે તેમના મગજને એક એવો મેસેજ પહોંચતો હોય છે કે તેમની પાસે કોઈ કંપની છે.

આ વાત તેમને ઉદાસીન થવા દેતી નથી. આજે ઘણા લોકો સોશિયલ મીડિયામાં પર એકદમ વ્યસ્ત રહે છે છતાં તેઓ ઉદાસીન થાય છે એનું કારણ પણ આંખથી આંખનો સંપર્ક નહીં હોવાનું રિસર્ચમાં કહેવામાં આવ્યું છે.

તો જો તમે એકલા ખાતા હોવ તો તમારી આદત બદલી લો. કોશિશ કરો કે તમારે સાથે જમવા માટે કોઈ હોય. ઓફિસમના લોકો સાથે લંચ બ્રેક લો કાતો ઘરવા સભ્યો સાથે જમવા બેસો.

You might also like