સફેદ બ્રેડ અને મેંદાની વાનગીઓ અારોગવાથી ફેફસાંના કેન્સરનું જોખમ રહે છે

અાપણે જે વાનગીઓ અારોગ્ય છીએ તેમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઊંચો હોય તો તેનાથી ફેફસાનું કેન્સર થવાનું જોખમ વધે છે. અમેરિકાના સંશોધકોએ અા વાત સાબિત કરી છે. ગ્લાયસેમિક ઈન્ડેક્સ એટલે જે તે ખાદ્ય પદાર્થ પચવાની ગતિ. જે ચીજો ફટાફટ પચી જાય છે અને તરત જ તેમાંથી ગ્લુકોઝ લોહીમાં ભળી જાય છે તે વસ્તુનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઊંચો હોય છે. જે વસ્તુ ધીમે ધીમે પચે અને ગ્લુકોઝ છૂટો પાડીને લોહીમાં ભળવામાં સમય લગાડે તેનો અા ઈન્ડેક્સ ઓછો છે તેવું કહેવાય. સંશોધકોએ સાબિત કર્યું કે જે લોકો મેંદો, સુગર, પ્રોસેસ્ડ ફૂડ કે ઝડપથી પચી જાય તેવો કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખોરાક વધુ અારોગે છે તેને ફેફસાનું કેન્સર થવાનું પ્રમાણ વધારે હોય છે.

You might also like