રોજ માત્ર ૧૪ ગ્રામ બદામ ખાઅો, હેલ્ધી રહો

બદામ પ્રોટીનનો ઉત્તમ સોર્સ મનાય છે, તેમાં રહેલ ફેટી અેસિડ, વિટા‌િમન-અે અને મેગ્નેશિયમના કારણે તે શરીર અને ચેતાતંતુ માટે અત્યંત ગુણકારી માનવામાં અાવે છે. અમેરિકાની યુનિવર્સિટીઅે કરેલા રિસર્ચ મુજબ ૨૯ પરિવારો સાથે ૧૪ અઠવાડિયાં સુધી પ્રયોગ કરાયો. પરિવારમાં ૩૫ વર્ષની અેવરેજ ધરાવતી મહિલાઅો તેમજ તેમનાં ત્રણથી છ વર્ષનાં બાળકોને રૂટિંન ડાયટમાં બદામ અાપવામાં અાવી. ત્યાર બાદ રિસર્ચરોઅે નોંધ્યું કે બદામ ખાવાના કારણે તેમનો અોવરઅોલ હેલ્ધી ઇટિંગ ઇન્ડેક્સ વધ્યો હતો.

You might also like