જો તમે ઓછું ખાશો તો બુઢાપો જલદી નહીં અાવે

પૌરાણિક કાળમાં પણ ડાહ્યા લોકો કહી ગયા છે કે પેટ ઊણું રહે એટલું ખાવાથી સ્વસ્થ રહેવાય છે. અા જ વાતને મોડર્ન વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે. અમેરિકાની બ્રિગહેમ યંગ યુનિવર્સિટીના અભ્યાસીઓનું કહેવું છે કે રોજ થોડીક ઓછી કેલરી ખાવાથી એજિંગ પ્રોસેસ ધીમી પડે છે અને લાંબી, સ્વસ્થ લાઈફ મળી શકે છે. કોષોમાં રહેલાં પ્રોટીન મેકર રિબોસોમ્સ કોષો ધીમા પડે ત્યારે એજિંગ પ્રોસેસ પણ ધીમી પડે છે. રિબોઝોમ્સનું પ્રોડક્શન ધીમું પડવાથી એનું રિપેરિંગ સારી રીતે થાય છે. શરીરમાં જ્યારે ક્યાંય પણ ડેમેજ થાય ત્યારે અા ખાસ પ્રોટીન એ ડેમેજ રિપ્લેસ કરે છે. ઓછું ખાવાથી શરીરની અાપમેળે રિપોર થવાની ક્ષમતા સુધરે છે.
http://sambhaavnews.com/

You might also like