રોજ માત્ર ૨૦ ગ્રામ સૂકો મેવો હૃદયરોગ અને કેન્સરથી દૂર રાખશે

વ્યક્તિનો ભોગ લેતા ગંભીર રોગોમાંથી બચવું હોય તો સૂકો મેવો ખાવો એ વાત ઘણા અભ્યાસમાં પ્રકાશિત થઇ છે. વિશ્વભરના ૨૯ અભ્યાસને આધાર બનાવીને લંડન અને નોર્વેની યુનિવર્સિટીએ ફાઇનલ ચુકાદો આપ્યો. તેમણે જણાવ્યું કે રોજ માત્ર ૨૦ ગ્રામ જેટલો સૂકો મેવો ખાવાથી હૃદયરોગ, કેન્સર અને અકાળે મૃત્યુ જેવી ગંભીર પરિસ્થિતિઓમાંથી બચી શકાય છે. રોજનો માત્ર ૨૦ ગ્રામ સૂકો મેવો કોરોનરી હાર્ટ ડિસિઝ થવાનું જોખમ ૩૦ ટકા, કેન્સરનું જોખમ ૧૫ ટકા અને પ્રી મેચ્યોર ડેથનું જોખમ ૨૨ ટકા ઘટાડે છે. તે ડાયાબિટીસ થવાના જોખમમાં ૪૦ ટકાનો ઘટાડો કરે છે.
http://sambhaavnews.com/

You might also like