વજન ઘટાડવા ખાઓ કેળા

ઘણા લોકો વજન ઘટાડવા તેમના ખોરાકમાં કેળાને મહત્વ આપતા નથી. તે લોકો હંમેશા એવું વિચારે છે કે કેળામાં ખૂબ કેલેરી હોય છે જેનાથી વજન વધી શકે છે.

પરંતુ તમારે એ વાત વિચારવી જોઇએ કે જરૂરિયાત કરતાં વધારે ખોરાક ખાવાથી વજન વધી શકે છે. એના માટે કેળાને દોષિત માનશો નહીં . જો તમે પણ વજન ઘટાડવા માંગો છો અને કેળા ખાતા નથી તો પહેલા જાણકારી મેળવ્યા બાદ કોઇ ચોક્કસ પગલાં લો.

શું કેળામાં ખાંડ હોય છે?
વાત સાચી છે કે કેળામાં ખાંડના કારણે વધારે કેલેરી હોય છે, પણ તેની સાથે ખૂબ ફાઇબર પણ હોય છે. જે હાઇ બ્લડ સુગરને વધતું અટકાવે છે.

કેળામાં રહેલું ફાઇબર પાચન ક્રિયાને ધીમી કરીને એનર્જીને રિલીજ કરે છે જે લાંબા સમય સુધી રહે છે. એટલે કેળા ખાધા પછી તમને ઘણી બધી ઉર્જા મળા હોવાનો અહેસાસ થાય છે.

કેવા સમયે કેળા ખાવા જોઇએ?
વર્કઆઉટ કરતાંની 10 થી 15 મિનીટ પહેલાં તેમજ વર્કઆઉટ કર્યા પછી કેળા ખાવાનો સારો સમય છે. તે દરમિયાન કેળામાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ શરીરને લાંબા સમય સુધી એનર્જી પહોંચાડે છે

દિવસમાં કેટલા કેળા ખાવા જોઇએ?
દિવસમાં 2 કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમે 2 કરતાં વધારે કેળઆ ખાઓ છો તો તમારી કેલેરી વધી શકે છે.

1 કેળામાં કેટલી કેલેરી હોય છે?
1 મોટા કેળામાં લગભગ 120 કેલેરી હોય છે.

શું કેળા ખાવાથી વજન વધી શકે છે?
જો તમે તમારી કેલેરીથી વધારે કેળા ખાશો નહીં તો તમારું વજન વધશે નહી અને જો કેલેરી લિમિટથી વધીને કેળા ખાશો તો વજન જરૂરથી વધશે. તે ઉપરાંત સ્વસ્થ ખોરાક પણ વધુ પડતો ખાવામાં આવે તો વજન વધી શકે છે.

કેળામાં પોષકતત્વો
કેળામાં વિટામીન સી, વિટામીન બી6, મેગેનીઝ, પોટેશિયમ, ફાઇબર અને બાયોટિન હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વો હોય છે

You might also like