ઘરે બનાવેલો ખોરાક ખાઅો, ડાયાબિટીસને દૂર ભગાવો

ભારતમાં ડાયાબિટીસના દર્દીઅોની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે બહારનું ભોજન ખાવાથી પેટ અને કમર જેવા શરીરના મધ્ય ભાગમાં વધુ ચરબી જમા થાય છે. વ્યક્તિ જ્યારે બહારના ખોરાક તરફ વળે છે ત્યારે જરૂર કરતાં વધુ કેલેરી પેટમાં પધરાવે છે. બહારના ભોજનમાં છૂપી ચરબી હોય છે. પેટની ફરતે ચરબી જમા કરવામાં અા ખોરાક મહત્વનો ભાગ ભજવે છે. સંશોધકોઅે જણાવ્યું કે જે લોકો અઠવાડિયામાં પાંચથી સાત વખત ઘરે બનાવેલો ખોરાક લે છે તેને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાની શક્યતા ૧૫ ટકા જેટલી ઘટી જાય છે.

You might also like