રાતે વધેલા ભાત માટીના વાસણમાં ૧૨ કલાક પલાળી અને સવારે ખાવા જોઈએ

સામાન્ય રીતે અાપણે રાતના ભોજન માટે બનાવેલા ભાત બચે તો ફેંકી દઈએ છીએ. વાસી ખોરાક ખાવાથી માંદા પડાય છે તેવું માનીએ છીએ, પરંતુ અાસામ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ કરેલા અેક અભ્યાસમાં કહેવાયું છે કે રાતે ભાતને પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે નાસ્તામાં ખાવાનું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે વધેલા ભાતને ફેંકી દેવાના બદલે રાતે માટીના વાસણમાં પલાળીને રાખવાથી તેમાં અાર્યનની માત્રા વધીને ૭૩.૯૧ મિલીગ્રામ થઈ જાય છે. બાકી ૧૦૦ ચોખામાં માત્ર ૩.૪ મિલીગ્રામ અાર્યન હોય છે. અાવા ફર્મેન્ટેડ ભાતમાં સારી એવી માત્રામાં ફાયબર હોય છે તેનાથી કબજિયાતની તકલીફ પણ દૂર થઈ શકે છે.

http://sambhaavnews.com/

You might also like