મજાક ઉડાવવી સરળ અમલ કરવો અધરો : જેટલીનો બજાજ ઓટોને જવાબ

નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએ નોટબંધીના નિર્ણય અંગે કોર્પોરેટ જગત દ્વારા ઉઠાવાયેલા સવાલોને ફગાવતા કહ્યું કે આ દુનિયાની સૌથી મોટુ નોટબંધી અભિયાન છે. જેનું લક્ષ્યાંક ભ્રષ્ટાચાર, કાળાનાણઆ અને નકલી નોટોને દુર કરવાનું હતું.

જેટલીએ કહ્યું કે 86 ટકા ચલણી નોટો પાછી લેવી તે અભુતપુર્વ નિર્ણય હતો. આ નિર્ણયનાં થોડા જ અઠવાડીયા બાદ ફુગાવાની સ્થિતીને કાબુમાં લઇ લેવામાં આવી છે અને હાલ બજારમાં નાણાની કોઇ કટોકટી નથી.

જેટલીએ જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેંકના નોટ છપામણીનાં કારનાખાના અને ભારતીય પ્રતિભૂતી અને મુદ્રા નિર્માણ નિગમ લિમિટેડ એસપીએમસીઆઇએલએ નવી નોટ બહાર પાડવા માટે સતત કામ કરી રહી છે. જેટલીએ કહ્યું કે નોટબંધી મુદ્દે આરોપો લગાવવા કે વ્યંગાત્મક ટીપ્પણીઓ કરવી સરળ કામ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બજાજ ઓટોનાં પ્રબંધ નિર્દેશક રાજીવ બજાજે આરોપ લગાવ્યો કે નોટબંધીનો નિર્ણય જ ખોટો છે. માટે તેને અમલમાં લાવવામાં ભુલ થઇ તેવા ખોટા આરોપ ન લગાવી શકાય.

You might also like