થવું છે પૈસાદાર, તો કરો ચોખાનો આ પ્રયોગ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગરીબી દૂર કરવા માટે અનેક અસરકારક ઉપાય આપવામાં આવ્યાં છે. આ ઉપાયને અપનાવવાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે. જો કોઇ કારણે ધન પ્રાપ્તીની સમસ્યા થતી હોય તો આ ઉપાયથી એ તમામ મુશ્કેલીઓ દૂર કરી શકાશે. જો તમને પણ કોઇ ગ્રહ નડી રહ્યો હોય, તમારા ખિસ્સામાં પૈસા ન ટકતા હોય તો આ ઉપાય ચોક્કસથી કરો. પૂજામાં ચોખાનો ઉપયોગ કરવો જરૂરી છે. કોઇ પણ પૂજા કરતી વખતે ગુલાબ, હળદર, અબીલ અને કંકુ અર્પિત કરીને ચોખા ચઢાવવામાં આવે છે. અક્ષત અર્પણ કરવામાં ન આવે તો પૂજા પૂર્ણ થતી નથી. શાસ્ત્રો પ્રમાણે  પૂજામાં અક્ષતનું ખૂબ જ મહત્વ છે. દેવી દેવતાઓને તેને અર્પણ કરવામાં આવે છે. કોઇ પણ વ્યક્તિને તિલિક કરવામાં આવે ત્યારે પણ તેને અક્ષત લગાવવામાં આવે છે. અક્ષતનો ઉપયોગ કરીને તમે તમારા ઘરની દરિદ્રતા દૂર કરી શકો છો.

ભગવાન શિવને સોમવારના દિવસે ચોખા ચઢાવો, પરંતુ યાદ રાખો તે તૂટેલા ન હોવા જોઇએ.

નોકરી શોધી રહ્યા હોવ અથવા તો ચાલુ નોકરીમાં મુશ્કેલી હોય તો ગળ્યા ભાત બનાવીને કાગળાને ખવડાવો.

પૈસાની તંગી હોય તો અડધો કિલો ચોખા લઇને એકાંત શિવલિંગની પાસે બેસી અને ભગવાન શિવ પર એક મુઠ્ઠી ચોખા ચઢાવો. ત્યાર બાદ બચેલા ચોખા કોઇ જરૂરિયાતમંદ ગરીબને દાન કરી દો. આ ઉપાય પૂનમ પછી આવતા સોમવારે અથવા તો સતત પાંચ સોમવાર સુધી કરવા. આમ કરવાથી પૈસા આવવાના શરૂ થઇ જશે.

પિતૃદોષના કારણે આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી જ પિતૃદોષ દૂર કરવા માટે ચોખાની ખીર અને રોટલી કાગળાને ખવડાવવી. તેનાથી તમને પિતૃઓના આર્શિવાદ પ્રાપ્ત થાય છે.

સોમવારના દિવસે અર્પણ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. જો બુદ્ધિશાળી બનવું હોય તો ખાંડવાળુ દૂધ શિવલિંગ પર અભિષેક કરો.

http://sambhaavnews.com/

 

You might also like