મસાલેદાર ચટપટા આલુ ચાટ, હવે ઘરે બનાવવું એકદમ સરળ…

સામગ્રી

બાફેલા બટાકા- ત્રણ (કાપેલા) (250 ગ્રામ)
ટામેટુ- એક (જીણુ કાપેલુ)
લીલા ધાણા- બે થી ત્રણ મોટી ચમચી (જીણવટથી કાપેલા)
સેવ- બે મોટી ચમચી
તેલ- એક મોટી ચમચી
ધાણા પાઉડર- અડધી નાની ચમચી
લાલ મરચાનો પાઉડર- અડધી ચમચીથી ઓછો
આદુ- અડધુ ઈંચ (જીણવટથી કાપેલુ)
લાલા મરચા- એકથી બે (જીણવટથી કાપેલુ)
મીંઠુ- અડધી ચમચી
શેકલુ જીરું પાવડર- અડધી ચમચી
ચાટ મસાલો – 1/4 ચમચી
બ્લેક મીઠું- 1/4 કરતા ઓછી ચમચી
લીલા ધાણાની ચટણી- બે ચમચી
સ્વીટ ચટણી- બે ચમચી

આવી રીતે બનાવો
એક કઢાઈમાં તેલ ગરમ કરો, હવે તેમાં જીણવટથી કાપેલું આદુ તેમજ લીલા મરચા નાખો અને તેને થોડુ ફ્રાય કરી લો. ત્યાર બાદ તેમાં ધાણા પાઉડર મિલાવો અને ફ્રાય કરો. પછી ટામેટા, મીઠું, બ્લેક સોલ્ટ, લાલ મરચાનો પાઉડર અને બટાકા નાખીને બધી વસ્તુને સારી રીતે મીક્સ કરી લેવું. હવે તેમાં શેકાલા જીરાનો પાઉડર, ચાટ મસાલો, લીલા ધાણાની ચટણી અને મીઠી ચટણી પણ નાખીને મિલાવી લેવું. બધી જ સામગ્રી સારી રીતે મીક્સ થઈ ગયા બાદ ગેસ બંધ કરી લો. હવે તેમા કાપેલા ધાણા નાખી મીક્સ કરી લો. આલુચાટ બનીને તૈયાર છે, તેની પર થોડી સેવ અને લીલા ધાણા નાખી ગાર્નિશ કરીને તેને પીરસીને ખાઓ.

ટિપ્સઃ મીઠી ચટણીના બદલે ટોમેટો સોસ ઉપયોગ કરી શકાય. લીલા ધાણાની ચટણી ન હોય તો તેની વગર પણ તમે તેને બનાવી શકો છો, જો તીખુ વધારે પસંદ છે, તો તમે લીલા મરચા વધારી શકો છો. જો તમારી પાસે દાડમના દાણા છે, તો તેને પણ ઉપરથી નાખી શકાય છે.

You might also like