સાધના સરળ છે મારુતિ મહાવીરની

હનુમાનજી શબ્દ સાંભ‍ળતાં  જ દરેક હિન્દુના મનમાં વાયુપુત્ર હનુમાનજીનું ભવ્ય સ્વરૂપ આંખ સમક્ષ ખડું થઈ જ જાય છે. તેઓ ખૂબ પરાક્રમી છે. તેમના હાથ નીચે અષ્ટ સિદ્ધિ તથા નવ નિધિ છે. તેઓ અજેય છે. પરાક્રમી છે. બહાદુર છે. નૈષ્ઠિક બ્રહ્મચારી છે. શ્રીરામચંદ્રજી મહારાજના પરમ સેવક છે. તેમની ઉપાસના કરનારને શનિદેવ નડતા નથી. હનુમાનજીના પરમ પ્રિય મિત્ર શનિદેવ તથા રાહુ મહારાજ છે.

જો કોઈ મનુષ્યની જન્મકુંડળીમાં શનિ રાહુ નબળા હોય કે તેમને નડતા હોય અતવા બારમે રાહુ હોય, ભાગ્યસ્થાને શનિ, સૂર્ય હોય તો તે મનુષ્યે બધી જ સાધના ઉપાસના પડતી મૂકીને માત્ર અને માત્ર હનુમાનજીની સાધના કરવી જોઈએ. આવો આજે આપણે હનુમાનજીની સરળ સાધના કેવી રીતે કરાય? તે અંગે વિગતથી જોઈએ.

હનુમાનજી, કાળકામાતા, કાળભૈરવ, બટુકભૈરવ, નંદિ, શ્રંૃગી વગેરે ઉગ્ર દેવ છે. ઉગ્ર દેવ દેવીની ઉપાસના રાતના નવ પછી કરવાથી તરત ફળદાયી બને છે. હનુમાનજીના શ્રેષ્ઠ ઉપાસક બનવંુ હોય તો તન, મન, ધનથી પવિત્ર રહેવું. નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું. તેણે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરથી દૂર રહેવું. પરસ્ત્રી તે માતા ગણવી. નાની છોકરી કે યુવતીને બહેન ગણવી. કોઈ જ સ્ત્રી પ્રત્યે કુભાવ રાખવો નહીં.

દરરોજ પ્રાતઃકર્મો પતાવી સ્નાન કરી સફેદ વસ્ત્ર પહેરી ધૂપ દીપ કરી એકાગ્ર ચિત્તથી હનુમાનજી સમક્ષ હનુમાન ચાલીસાના ત્રણ, પાંચ, સાત કે અિગયાર પાઠ કરવા. શનિવાર, મંગળવારે તેમનું િવશેષ પૂજન તેલ, સિંદુરથી કરવું. ત્યાર બાદ તેમના જમણા પગેથી સિંદુર લઈ કપાળમાં તિલક કરવું. સિંદુરનું નિત્ય તિલક કરનારના મનમાંથી ભયની લાગણી તરત જ ચાલી જાય છે. શત્રુઓ ફાવતા નથી. જે તે ભક્તનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. હનુમાનજી મહારાજની વિશેષ કૃપા મેળવવા શનિવારે કે મંગળવારે રાતના નવ પછી એક બેઠકે ૧૦૦ હનુમાન ચાલીસાના પાઠ ધૂપ, દીપ સહિત કરવા.

આ દરમિયાન જો તેમના ઉપર સિંગતેલ કે કોપરેલનો અખંડ અભિષેક કરાય તો બહુ ઉત્તમ. રાતે કરવાના હનુમાન ચાલીસાના પાઠ દરમિયાન સાધક કે ઉપાસકે લાલ પીતાંબર પહેરવું. બોલવંુ નહીં. કપાળમાં સિંદુરનું તિલક કરવું.
શાસ્ત્રો કહે છે કે ઉગ્ર દેવ, દેવી, વીર, ભૂત, પ્રેત તથા યક્ષ અને ગાંધર્વ રાતના નવ પછી વિચરણ કરવા તથા આનંદ કરવા ફરવા આવે છે.

આ સમય દરમિયાન કરાતી તેમની સાધના તેમને જે તે ભક્તનું કલ્યાણ કરવા પ્રેરે છે. જો કોઈ ભક્ત રાતના નવથી સવારના ચાર દરમિયાન હનુમાનજીની સાધના કરે તો તેના ઉપર હનુમાનજી બહુ જલદી પ્રસન્ન થાય છે.
સાવધાની: મન, કર્મ, વચનથી પવિત્ર રહેવું, પરસ્ત્રીને માતા કે બહેનના સ્વરૂપે જ જોવી. કદી પણ કોઈ જ સ્ત્રી પ્રત્યે વાસનાયુક્ત નજર નાખવી નહીં. બને તેટલું બ્રહ્મચર્ય પાળવું. જુઓ પછી હનુમાનજીની તમારા ઉપર અપાર કૃપા.

સંકલન: શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like