સરળ એફડીઆઈના નિયમથી જીડીપીમાં વૃદ્ધિ થશેઃ ફિચ

મુંબઇ: સરકારે તાજેતરમાં જ ૧૫ સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નિયમોમાં સરળીકરણ કર્યું છે, જેના પગલે દેશની આર્થિક વૃદ્ધિમાં સુધારો જોવાશે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચના જણાવ્યા પ્રમાણે સરકારના આ પ્રયાસોના કારણે રોકાણમાં વૃદ્ધિ થશે તથા જીડીપી વધશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૫માં વર્ષમાં જીડીપીનો દર ૭.૫ ટકા રહેશે અને વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં જીડીપી વૃદ્ધિદર વધીને આઠ ટકાની સપાટીએ પહોંચી જશે.

ફિચના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સરકારે વીજળી વિતરણ કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો કરવા માટે જાહેર કરેલી યોજનાથી એવા સંકેતો મળે છે કે સરકાર આર્થિક સુધારાના માર્ગે મજબૂત રીતે આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં પ્રાઇવેટ બેન્કો, ડિફેન્સ સહિત ૧૫ સેક્ટરમાં એફડીઆઇના નિયમોમાં છૂટ આપી છે. જેના કારણે દેશમાં મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ વધે તેવી શક્યતા છે.

You might also like