દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકાઃ 3.9ની તીવ્રતા, UPનું બાગપત હતું કેન્દ્ર

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી. ભૂકંપના ઝટકા દિલ્હી સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારમાં અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશનું બાગપત હતું. હજુ સુધી કોઇ નુકસાનના સમાચાર આવ્યા નથી.

ભૂકંપનું એપી સેન્ટર પાંચ કિ.મી. અંદર હતું. બુધવારે માત્ર દિલ્હી એનસીઆર નહીં, પરંતુ દુનિયાના ઘણા હિસ્સામાં ભૂકંપના ઝટકા અનુભવાયા. બુધવારે કઝાકિસ્તાન અને અમેરિકાના ઘણા ભાગમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા થયા.

ઉલ્લેખનીય છે કે ધરતી ઉપરની સપાટી સાત ટેક્ટોનિક પ્લેટથી મળીનેે બનેલી હોય છે, જ્યારે આ પ્લેટ એકબીજા સાથે ટકરાય છે ત્યારે ભૂકંપની સ્થિતિ પેદા થાય છે. આ દરમિયાન જે ઊર્જા ઉત્પન્ન થાય છે તેથી ધરતી હાલવાનો અને ફાટવાનો ખતરો રહે છે. ઘણી વાર ભૂકંપની તીવ્રતા વધુ હોય તો આફટર શોકનો ખતરો પણ વધુ રહે છે.

You might also like