Header

પૂર્વ ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી: પૂર્વ ભારતમાં ભૂકંપના આંચકા મંગળવારે સાંજે ચાર વાગ્યે 15 મિનીટની આસપાસ અનુભવાયા હતાં. ભૂકંપના આચંકાથી બિહાર, અસમ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, બંગાળ, ત્રિપુરા, મણિપુર અને મિઝોરમ હચમચી ગયું.

શરૂઆતની સૂચના પ્રમાણે બિહારની રાજધાની પટના, ઝારખંડની રાજધાની રાંચી અને અસમના ગુવાહાંટીમાં અને કલકત્તા સહિત કેટલીક જગ્યાએ એક સાથે આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમાર હતું.

જો કે હજુ સુધી કોઇ જાનહાનિ થઇ ન હોવનું જાણવા મળ્યું છે. નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુરમાં પણ ભૂકંપના આંચકાના સમાચાર મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળી રહ્યું છે કે પટના સહિત દરભંગા ભાગલપુર, કટિહાર, અરરિયા સહિત કેટલીક જગ્યાએ આચંકા અનુભવાયા છે. કલકત્તામાં મેટ્રોને રોકવામાં આવી.

You might also like