દિલ્હી -NCRમાં ભૂકંપના ઝટકા : હરિયાણાનું ઝજ્જર હતું ભુકંપનું કેન્દ્ર

નવી દિલ્હી : દિલ્હી અને NCRમાં શનિવારે રાત્રે ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. આ ઝટકા રાત્રે 9 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. ભૂકંપનાં ઝટકા દિલ્હી, ગુડગાંવ, રોહતકની આસપાસ અનુભવાયા હતા. હરિયાણાનાં જઝ્ઝરને ભૂકંપનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે.

હાલ ભૂકંપથી કોઇ પ્રકારની જાનહાનીનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી. રોહતક સુધી ભૂકંપનાં ઝટકાઓ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર હરિયાણામાં આવેલા ભૂકંપની તિવ્રતા 4.1ની માપવામાં આવી છે.

You might also like