દિલ્હી NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હી: દિલ્હી એનસીઆરમાં સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપની તીવ્રતા વધુ ન હતી. ધરતી ધ્રૂજી ઉઠતાં લોકો ઓફીસની બહાર દોડી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ઉપરાંત જમ્મૂ-કાશ્મીરમાં હળવા આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી.

મળતી માહિતી અનુસાર તઝાકિસ્તાનમાં પણ ભૂકંપના લીધે ધરા ધ્રૂજી ઉઠી હતી. અહીં ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તઝાકિસ્તાન જ બતાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે ગત મહિને પણ દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે તેની તીવ્રતા 6.0 માપવામાં આવી હતી.

You might also like