ચીનમાં ભીષણ ભૂકંપમાં ૧૦૦નાં મોતની આશંકાઃ ૧૦૦થી વધુ પ્રવાસીઓ લાપતા

બીજિંગ: ચીનના દ‌િક્ષણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં એક લોકપ્રિય પ્રવાસન સ્થળે આવેલા ૭ પોઇન્ટની તીવ્રતાવાળા વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં ૧૦૦નાં મોત થયાની આશંકા છે, જોકે સરકારી અહેવાલોમાં ૧૩નાં મોતને સમર્થન આપવામાં આવ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ હાથ ધરનાર ચીનના નેશનલ કમિશને આ વિસ્તારમાં ૧૦૦ જેટલા લોકોનાં મોત થયાની આશંકા વ્યક્ત કરી છે. ૧૩૦૦૦થી વધુ ઘરને નુકસાન પહોંચ્યું છે. આ ભૂકંપના કારણે થયેલા ભૂસ્ખલનમાં ૧૦૦થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા છે અને તેઓ લાપતા હોવાના અહેવાલો છે. તેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

અહેવાલો અનુસાર હજુ પણ ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે ૧૭પથી વધુ લોકો દટાયા છે, તેથી મૃત્યુઆંક વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણ દ્વારા ભૂકંપની તીવ્રતા ૭ની માપવામાં આવી છે અને જણાવાયું છે તેેનું એપી સેન્ટર સિચુઆન પ્રાંતમાં ઉત્તર-પશ્ચિમ ગ્વાંગયુવાનની પશ્ચિમમાં ર૦૦ કિ.મી. હતું અને જેનું કેન્દ્ર ૩ર કિ.મી.ની ઊંડાઇમાં હતું.

આ ભૂકંપના કારણે સૌથી વધુ અસર પ્રવાસન સ્થળ ‌િજયુજાગુ કાઉન્ટીમાં થયું છે અને મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. હાલ રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ચીનના ભૂકંપ નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર સાંજે ૯-૧૯ કલાકે આવેલા ભૂકંપ બાદ રાત્રે ૧૧-૦૦ વાગ્યા સુધી કુલ ૧૦૬ હળવા આફ્ટર શોક અનુભવાયા હતા.

ચીની ભૂકંપ પ્રશાસને ઇમર્જન્સી પ્રક્રિયાના લેવલ-૧ને કાર્યાન્વિત કરી દીધું છે. ચીનમાં ભૂકંપ ઇમર્જન્સી રિએક્શન સિસ્ટમમાં ચાર સ્તર છે અને સ્તર-૧ ટોચ પર છે. ત્યારબાદ ૬૧૦ ફાયર અધિકારીઓ, સૈનિકો અને આઠ ‌િસ્નફર ડોગને ભૂકંપ પ્રભાવિત સ્થળે રવાના કરી દેવાયા હતા. જિયુજાગુ નેશનલ પાર્કના એક કર્મચારીએ જણાવ્યું હતું કે ગઇ કાલે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પ્રવાસન સ્થળ ‌િજયુજાગુ ખાતે કુલ ૩૮,૭૯૯ પ્રવાસીઓ હાજર હતા. ‌િજયુજાગુ કાઉન્ટીની એક ખીણમાં કેટલાંય ઘર ધરાશાયી થઇ ગયાં હતાં. કાટમાળ નીચે દબાયેલા ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like