દિલ્હી- NCR, કલકત્તા, પટના, દહેરાદૂનમાં 7ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાંમાર ભૂકંપનું કેન્દ્ર

નવી દિલ્હી: બુધવારે સાંજે ઉત્તર ભારતમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. દેહરાદૂન, દિલ્હી-એનસીઆર, કલકત્તા, પટના સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યા હતા. પડોશી દેશ મ્યામારમાં ભૂકંપનું કેન્દ્ર ગણવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી છે. થોડીવાર સુધી અનુભવાયેલા ભૂકંપના આંચકાના લીધે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના લીધે જાનમાલને કોઇ નુકસાન થયું હોવાના કોઇ સમાચાર પ્રાપ્ત થયા નથી.

દિલ્હી અને એનસીઆરમાં થોડીક સેકન્ડના અંતરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ દિલ્હી મેટ્રોની અવરજવરને અસ્થાઇ રીતે અટકાવી દેવામાં આવી હતી. કલકત્તામાં પણ મેટ્રો ટ્રેનની અવર-જવર અટકાવી દેવામાં આવી હતી. થોડીવાર બાદ તેને સામાન્ય કરી દેવામાં આવી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી છે. યૂએસજીએસના આંકડા અનુસાર મ્યામારના માવલિક શહેરથી 74 કિલોમીટર દક્ષિણ પૂર્વી વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર હતું. ભૂકંપ બાદ સમગ્ર પૂર્વોત્તર ભારતમાં મોબાઇલ નેટવર્ક પર અસર વર્તાઇ હતી. ભૂકંપ બાદ મણિપુરની રાજધાની ઇંફાલમાં લોડશેડિંગના લીધે લાઇટો જતી રહી હતી. તો બીજી તરફ એક પોલીસચોકી ધરાશય થઇ ગઇ હતી.


અંડમાનમાં 20 મિનિટ બાદ ધરતી ડગમગી
દેશના બાકી ભાગોમાં આવેલા ભૂકંપના 20 મિનિટ બાદ અંડમાન નિકોબાર દ્રીપસમૂહમાં પણ ધરતી હલી હતી. જોકે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 માપવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં એનડીઆરએફની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે.

આ મહિના 10 એપ્રિલની સાંજે સમગ્ર ઉત્તર ભારત સહિત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. આઠ એપ્રિલના રોજ સાંજે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હિન્દુકોશ વિસ્તારમાં આવેલા આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 5.0 તીવ્રતા માપવામાં આવી હતી. આ પહેલાં ભારતમાં 5 એપ્રિલના રોજ દેશના પૂર્વી રાજ્યોના કેટલાક ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

You might also like