જમ્મુ કાશ્મીરમાં 5.2ની તિવ્રતાનો ભૂકંપ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ભારત પાકિસ્તાન સીમા વિસ્તારમાં આજે ફરી એકવાર ભૂકંપનાં ઝટકાઓ અનુભવાયા હતા. જેનાં કારણે રાજ્યનાં ઘણા મકાનોમાં તિરાડો પડી હતી. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 5.2 નોંધાઇ છે. ભૂંકપનાં કારણે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.ભૂકંપ આવવાનાં કારણે થોડા સમય માટે ભાગ દોડ પણ થઇ હતી. જો કે ભૂકંપ બાદ હજી પણ લોકો ઘરમાં જતા ગભરાઇ રહ્યા છે.

બીજી તરફ લોકો દ્વારા પોતાનાં નજીકમાં રહેતા સગાઓને ખબર પુછવા માટે પણ મોટા પ્રમાણમાં ફોન લગાવવાના કારણે ટાવર નેટવર્કમાં પણ કેટલાક અંશે ખરાબી જોવા મળી હતી .જો કે હાલમાં સમગ્ર પરિસ્થિતી થાળે પડતી જણાઇ રહી છે.

You might also like