દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં 3.7ની તીવ્રતાના ભૂંકપના ઝટકાં અનુભવાયા

રાજ્યમાં ઘણા શહેરોમાં શનિવાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, ભૂંકપનું કેન્દ્રથી 38 કિલોમીટર દૂરી પર હતુ. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સુરત, તાપી, ભરૂચ, નવસારીમાં પણ ભૂંકપના ઝટકા અનુભવાયા હતા. ભૂંકપની તીવ્રતા 3.7 માપવામાં આવી છે. જોકે હજુ સુધી કોઇ જાનહાનિ થવાની ખબર નથી.

બીજા દેશોની તટીય વિસ્તારોમાં હવામાન વિભાગે ઝડપી પવન ફૂંકાવાની અને દરિયો અશાંત રહેવાની ચેતવણી આપી છે. શુક્રવારે હવામાન વિભાગમાં પ્રશ્ચિમ બંગાળ, ઓડિશા, પશ્ચિમી તટ અને દક્ષિણી ભાગો તરફ અને લક્ષદીપના કિનારા પર શનિવારના ઝડપી પવન ફૂંકાવા અને દરિયો અશાંત રહેવાની ચેતવણી આપી છે.

માછીમારોને દરિયામાં ન જવાની આપી ચેતવણી:

માછીમારોએ દરિયામાં નહી જવાની સલાહ આપી છે. હવામાન વિભાગે કહ્યુ કે, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કિનારા પર 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો અને દરિયો અશાંત રહી શકે છે. તેમાં ચેતવણી આપવામાં આવી છે કે, ”માછીમારોને સલાહ આપવામાં આવી છે કે આ દરિયામાં ન જવું જોઇએ.”

ઇન્ડિયન નેશનલ સેન્ટર ફૉર ઑશન ઇન્ફૉર્મેશન સર્વિસ (INCOIS)માં ચેતવણી આપવામાં આવી છે કે, ભારતમાં પ્રશ્ચિમી કિનારા અને લક્ષદીપના કિનારા પર શનિવાર સવાર સુધી મોજા આવવાની સંભાવના છે.

You might also like