જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં આજે બપોરે 12.30 કલાકે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો  આવ્યો છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના પોરબંદર, ગોંડલ અને જેતપુરમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ માંગરોળથી 47 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું છે. ભૂકંપને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં હાલ જન્માષ્ટીમના તહેવારને લઇને ઉત્સાહનો માહોલ છે. ત્યારે ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2001માં ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બીંદુ કચ્છમાં હતું. અનેક લોકોએ આ ભયાનક ભૂકંપમાં જીવ ગુમાવ્યા હતા. ત્યારે ફરી આવેલા  ભૂકંપનાં આંચકાએ લોકોને વર્ષ 2001ની યાદ દેવડાવી દીધી છે. વરસાદી માહોલ અને ભૂકંપના આંચકાએ લોકોમાં ભય ફેલાવી દીધો છે.

You might also like