પાકિસ્તાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, 2નાં મોત

ઇસ્લામાબાદ: ભારત, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં રવિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 7.1 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી.

‘ડોન’ના અહેવાલ અનુસાર પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના હિન્દુકોષ ક્ષેત્રમાં 236 કિલોમીટરની ઉંડાઇ હતું.

ભૂકંપના આંચકા લાહોર, ઇસ્લામાબાદ, રાવલપિંડી, પેશાવર, સ્વાત ઘાટી, ચિત્રાલ તથા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા.

નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનની નજીક આવેલ હિંદુકોષ પર્વતમાળામાં હતું. પાકિસ્તાનમાં ભૂકંપના લીધે કારાકોરમ પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનના લીધે બે લોકોના મોતના સમાચાર છે. સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર ભૂકંપના લીધે સૌથી વધુ અસર અફઘાનિસ્તાનના કાબુલમાં જોવા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં 7.5ની તીવ્રતાવાળા ભૂકંપના લીધે આ બોર્ડરવાળા વિસ્તારમાં લગભગ 300 લોકોના મોત નિપજ્યાં હતા.

You might also like