હિમાચલ પ્રદેશમાં ફરી એક વખત ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ

ચંબા: હિમાચલ પ્રદેશમાં આજે ચંબા જીલ્લામાં ૪.૪ ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે હજુ સુધી જાનમાલના નુકશાનની કોઈ માહિતી મળી નથી. હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. જેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે.

નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં શનિવારે સવારે એક બાદ એક સતત ત્રણ ભૂકંપના આચંકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવારે 6 વાગ્યાને 44 મિનીટે હિમાચલમાં પહેલો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે, ભારતના ભૂકંપના કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિકેટર સ્કેલ પર 4.6 આંકવામાં આવી હતી. સૂત્રો અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ કુલ્લુ જિલ્લામાં હતું. જ્યારે ભૂકંપના અધિકેન્દ્રની ઉંડાઇ 10 કિલોમીટર માપવામાં આવી છે. કુલ્લુ જિલ્લામાં આવેલ ભૂકંપના આંચકા કુલ્લુ, મનાલી, રામપુર, સિમલા સુધી અનુભવામાં આવ્યા હતા.

ભૂકંપ બીજી વખત પણ તે જ કેન્દ્ર બિંદુ પર આવ્યો હતો. હિમાચલ પ્રદેશમાં આવેલા પહેલા ભૂકંપ બાદ 21 મિનીટ બાદ બીજો ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો. જેની તીવ્રતા 4.3 રિકટર સ્કેલ પર આંકવામાં આવી હતી. ત્યાર બાદ ત્રીજો ભૂકંપ શનિવારે સવારે જ ૯ વાગ્યાને ૮ મિનીટ પર આવ્યો છે. તેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૪.૨ રહી છે.

You might also like