રાજ્યમાં વિવિધ સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા, સુરતમાં ૪.૭ ના તીવ્રતાનો ભૂકંપ

અમદાવાદ : આજે સવારે રાજ્યમાં વિવિધ સ્થળોએ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપના આંચકો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રીકટલ સ્કેલ પર ભુકંપની તીવ્રતા 4.7 નોંધાઇ. રાજ્યના વિવિધ શહેરો જેવા સુરત, વડોદરા, ભાવનગર, અમરેલી સહિત ભાવનગરના પાલિતાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા  હતા.

સુરત શહેરમાં સવારે ૯ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાતા શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે એ.પી સેન્ટર સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું ભાદા ગામ હોવાનું બહાર આવતા જીલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા .જેના પગલે કામરેજ મામલતદાર ની ટીમ ભાદા ગામે પોહચી જાત નિરીક્ષણ કર્યું હતું. જોકે ભૂકંપના કારણે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

વરસો પહેલાંં ભૂકંપના કારણે કચ્છ શહેર માં ભારે હોનારત સર્જાઇ હતી બસ ત્યારથી લોકોના માનસ પર ભૂકંપ નો ડર ઘર કરી ગયો છે. ત્યારે સુરત શહેરમાં સવારે ૯ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાતા શહેરીજનો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ગ્રામજનોને ભૂકંપ વિષે પૂછવામાં આવતાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે મીડિયા અને મામલતદાર અમારા ગામમાં આવ્યા પાછી અમોને ભૂકંપ વિષે ખબર પડી છે.

સુરત શહેર સહીત ભાવનગર અને અમરેલી જેવા શહેરમાં પણ ભૂકંપ ના આંચકા નોધાતા ડરનો માહોલ જોવા મળે છે જયારે સુરત જીલ્લામાં ભૂકંપના આચકાનો કોઈને અનુભવ થયો નથી

You might also like