કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છઃ કચ્છમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દૂધઇથી 12 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું છે. દૂધઇ નજીક 3.3ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.  અચાનક ધરા ધ્રૂજતા લોકો ઘરની બહાર આવી ગયા. થોડી ક્ષણ માટે જ આંચકા અનુભવાયા હતા.

ઉલ્લેખનિય છે કે 26 જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપની સૌથી વધારે અસર કચ્છમાં થઇ હતી. ત્યારે આજે ધરા ધ્રૂજતા લોકોને ફરી એ ગોજારા દિવસની યાદ આવી ગઇ હતી. જો કે આજના ભૂકંપની તિવ્રતા ઓછી હતી. તેથી જ કોઇ નુકશાનીના સમાચાર આવ્યા નથી.

http://sambhaavnews.com/

You might also like