કેરેબિયન સાગરમાં ૭.૮નો ભૂકંપ, હવે સુનામીનું પણ જોખમ

કયુબા, બુુધવાર
કેરેબિયન સાગરમાં મંગળવારે મધરાત બાદ ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવતાં હડકંપ મચી ગયો હતો. યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે આ ભીષણ ભૂકંપના પગલે સુનામી આવવાની એડ્વાઇઝરી જારી કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે કેરેબિયન સાગરમાં ભૂકંપના એપી સેન્ટરથી ૧,૦૦૦ કિમીના દાયરામાં સુનામી લહેરો ઊછળી શકે છે.

પેેસિફિક સુનામી વોર્નિંગ સેેન્ટરના જણાવ્યા પ્રમાણે પ્યુર્ટોરિકો અને યુએસ વર્જિન આઇલેન્ડમાં સુનામીની એડ્વાઇઝરી અમલમાં છે. ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઇ જાણકારી મળી શકી નથી. ભૂૂકંપ જમૈકાની પશ્ચિમમાં ૧૦ કિ.મી.ની ઊંડાઇએ આવ્યો હતો.

નેશનલ સુનામી વોર્નિંગ સેેન્ટરના જણાવ્યા પ્રમાણે ભૂકંપ કેન્દ્રથી એક હજાર કિ.મી.ના દાયરામાં સુનામી લહેેરનો ખતરો હોવાથી સમુદ્ર કાંઠાની આસપાસ વસતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરી જવા સૂચના આપવામાં આવી છે.

નેશનલ સુનામી વોર્નિંગ સેેન્ટરે મેક્સિકો, કયુબા, જમૈકા, બાલિઝ, કેમન આઇલેન્ડ અને હોન્ડુરસના કેટલાક સમુદ્રકાંઠાના વિસ્તારો માટે સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૩.૩ ફૂટ ઊંચા સુનામીનાં મોજાં ઊછળવાની ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત પોર્ટોરિકો, યુએસ વર્જિન આઇલેન્ડ અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ ખાતે એક ફૂટ ઊંચા સુુનામીનાં મોજાં ઉછળવાનો ખતરો છે. આ બધા વિસ્તારોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે. સત્તાવાળાઓએ સુનામી આવે તો તેની સાથે કામ લેવા માટે અત્યારથી જ કમર કસી છે અને જરૂરી વ્યવસ્થા અને બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.

આ અગાઉ પણ દ‌િક્ષણ-પૂર્વ કયુબાના પ્રાંત ગ્વાંતાનામોમાં પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. આ વિસ્તારમાં ભૂકંપના કારણે આતંક ફેલાઇ ગયો હતો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા પ.૬ માપવામાં આવી હતી.

You might also like