કચ્છના ભચાઉમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં એકવાર ફરીથી ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભચાઉ નજીક 4.2 તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.

છેલ્લા 12 દિવસમાં બીજી વખત 4થી વધુની તીવ્રતાનો આંચકો અનુભવાતા નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે આ ભૂકંપમાં કોઈ પણ જાનહાનિ કે માલને નુકશાન ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

You might also like