કચ્છના ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

કચ્છમાં એકવાર ફરી બુધવારે રાત્રે ધરા ધ્રુજી ઉઠી હતી. વહેલી સવારે કચ્છમાં એક બાદ એક બે ભૂકંપના આંચકા નોંધાયા છે. બુધવારે સવારે મળસ્કે 4.30 વાગ્યે પ્રથમ આંચકો નોંધાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8ની નોંધાઈ હતી.

ત્યાર બાદ 4.6 વાગ્યે આફ્ટર શોક આવ્યો હતો, જેની તીવ્રતા 3.5ની નોંધાઈ હતી. કચ્છના અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિમી દૂર નોંધાયું હતું. જો કે રાત્રિના સમયે ભૂકંપ આવ્યો હોવાથી લોકો ગાઢ નિંદ્રામાં સુતા હતા અને ત્યારે લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

You might also like