દિલ્હી – એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત ધ્રુજ્યું

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં રવિવારે ભૂકંપનાં ઝટકાઓ અનુભવાયા હતા. દિલ્હી, એનસીઆર સહિત જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં તેનો વર્તારો નોંધાયો હતો. ભૂકંપનુ કેન્દ્ર અફઘાનિસ્તાનનાં હિન્દુકુશ પહાડોમાં હતું. ભૂકંપના આંચકાઓ 6.8ની તિવ્રતાનાં હોવાનું નોંધાયું હતું. પાકિસ્તાન અને અફઘાનિસ્તામાં પણ ભૂકંપનાં ઝટકાઓ અનુભવાયા હતા. ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તામાં ઇમારતો ભાંગી પડી હતી. પાકિસ્તાનમાં ભૂકંપથી બે લોકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રનાં સંચાલન પ્રમુખ ગૌતમનાં અનુસાર ભૂકંપ બપોર બાદ 3.58 વાગ્યે હિંદુકુશ પહાડથી 190 કિલોમીટર ઉંડેથી ઉદભવ્યો હતો. દિલ્હી, એનસીઆર, સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તે અનુભવાયો હતો. લોકો પોતાનાં ઘર છોડીને બહાર આવી ગયા હતા. ભૂકંપ બાદ દિલ્હી મેટ્રો સેવા પણ થોડા સમય માટે અટકાવી દેવામાં આવી હતી. ઉપરાંત સુરત અને તાપી જિલ્લામાં બપોરે 3.04 વાગ્યે ભૂકંપનાં હલ્કા ઝટકાઓ અનુભવાયા હતા.

જો કે ગુજરાતમાં અનુભવાયેલો ભૂકંપ ખુબ જ સામાન્ય હતો. 3.4 રિક્ટર સ્કેલનાં ભૂકંપની કોઇને ખબર પણ પડી નહોતી. જો કે આ ભૂકંપનું કેન્દ્ર નંદવી શહેરમાં હતા. સમગ્રગુજરાતમાં હજી સુધી ભૂકંપનાં કારણે કોઇ પણ જામમાલની નુકસાનીનાં અહેવાલો નથી.

પાકિસ્તાની અધિકારીઓએ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1ની જણાવી હતી. જો કે અમેરિકી ભૂવિજ્ઞાન સર્વેએ તેની તિવ્રતા 6.6ની જણાવી છે. આ ભૂકંપ 15 સેકન્ડ સુધી અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્ર પાકિસ્તાનનાં તજાકિસ્તાન બોર્ડર પર હતું. જેનાં કારણે ઇસ્લામાબાદ, પંજાબ પ્રાંત અને ખેબર પખ્તુનખ્વા પ્રાતમાં તેની સૌથી ધારે અસર જોવા મળી હતી.

You might also like