ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપનાં ઝટકા, લોકો દોડી આવ્યાં ઘરની બહાર

દિલ્હી-એનસીઆરમાં ધરતીકંપની જોરદાર ધ્રુજારી અનુભવાઇ છે. બુધવારે સાંજનાં રોજ આશરે 4.16 કલાકે અચાનક જ લોકોએ ભૂકંપનાં આંચકા અનુભવ્યાં છે. જે દરમ્યાન લોકો અચાનક જ પોતાનાં ઘર અને ઓફિસો મૂકીને ત્યાંથી ભાગીને બહાર આવી ગયાં હતાં.

ભૂકંપનું કેન્દ્રઃ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ધરતીકંપનાં આંચકા અનુભવાયાં હતાં. ભૂકંપની તીવ્રતા 6.6નાં રિકટર સ્કેલ પર આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર કાબુલથી 182 કિલોમીટર દૂર હોવાનું કહેવામાં આવ્યું છે.

સિસ્મોલોજી કેન્દ્ર મુજબ, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિન્દુકુશ હતું કે જેની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.6 નિર્ધારિત કરવામાં આવી હતી.

(પ્રતિકાત્મક તસ્વીર):

આ વિસ્તારોમાં ભૂકંપનાં ઝટકાઓનો થયો અનુભવઃ
ઉપલબ્ધ માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરમાં પણ જોરદાર ભૂકંપની ધ્રુજારીનાં ઝટકા અનુભવાયાં હતાં પરંતુ કોઇ પણ પ્રકારનું નુકસાન થયું હોવાનાં સમાચાર મળ્યાં નથી. કાશ્મીર પ્રદેશમાં તેની તીવ્રતા 4.8 નોંધાઇ હતી.

આ સિવાય હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ ભૂકંપનાં ઝટકાઓ અનુભવાયાં હતાં. હિમાચલ પ્રદેશનાં કુલ્લુ-મનાલીનાં લોકો પણ શેરીઓમાંથી બહાર આવી ગયાં હતાં.

You might also like