ઉત્તરાખંડમાં સાત દિવસમાં ત્રીજી વખત આવ્યો ભૂકંપનો આંચકો

નવી દિલ્હી : ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં આજે મધ્યમ તીવ્રતાના ભૂકંપનો આંચકા અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં સાત દિવસમાં ત્રીજી વખત ભૂકંપનો આંચકો અનુભવાયો. આ વખતે ભૂકંપની તીવ્રતા રીકટર સ્કેલ પ્રમાણે 3.2ની તીવ્રતા આકવામાં આવી છે. ભૂકંપ ગત રાત્રે 10 કલાક અને 51 મીનીટ પર અનુભવાયો હતો. આ ભૂકંપ જમીનથી પાંચ કિલોમીટર નીચે હોવાનું જણાવવામાં આવ્યું છે.

જો કે ભૂકંપના કારણે કોઇપણ પ્રકારનું જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી. આ અગાઉ રૂદ્રપ્રયાગમાં 6 અને 7 ફેબ્રુઆરીએ ક્રમશ 5.8 અને 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે ત્રિપુરાના ધલાઇમાં રાત્રે 11 અને 42 મિનીટે એક બીજા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.5 આકવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like