ધરતી જેવો ગ્રહ મળ્યો, પાણી હોવાનાે અણસાર

લંડન: ખગોળશાસ્ત્રીઅોઅે ધરતી જેવો નવો ગ્રહ શોધ્યો છે. તે ૪૦ પ્રકાશ વર્ષ દૂર છે અને તે ચમકીલા રેડ ડ્વાર્ફ તારાની પરિક્રમા કરે છે. અા ‘સુપર અર્થ’ પર પાણી તરલ રૂપમાં હોઈ શકે છે. તેનો અર્થ અે છે કે તે અાપણા સૌમંડળથી જીવનને અનુકૂળ સ્થાન પણ હોઈ શકે છે.

ખગોળશાસ્ત્રીઅોની અંતરરાષ્ટ્રીય ટીમે ચીલીના લા સિલા સ્થિત યુરોપીય સદ્ન અોબ્ઝર્વેટરી અને દુનિયાભરમાં લાગેલાં બીજાં દુરબીનોની મદદથી અા નવા ગ્રહની શોધ કરી છે. એલએચએસ ૧૧૪૦ નામનો અા ગ્રહ એલએચએસ ૧૧૪૦ તારાની પરિક્રમા કરે છે. તે અાકારમાં અાપણી ધરતીથી ૧.૪ ગણો મોટો છે અને તેની પર વાયુ મંડળ પણ હોય તેવી પણ શક્યતાઅો છે.

સંશોધકોઅે જણાવ્યું કે સૌથી મહત્વની વાત અે છે કે તેની પર વાયુ મંડળ સંબંધિત પરિસ્થિતિ હોવાથી જીવનને અનુકૂળ સ્થાન બનાવી શકાય છે. અા ગ્રહની સપાટીનું તાપમાન અેવું છે કે તેનાથી પાણી તરલ, ઠોસ અને ગેસના રૂપમાં હોઈ શકે છે.

અા ગ્રહ પર પાણીની હાજરી ત્યાંના વાયુમંડળના સંયોજન અને ધરતીની જેમ ચુંબકીય ક્ષેત્ર સહિત અન્ય પરિબળો પર નિર્ભર છે. અમેરિકાના ખગોળ સંસ્થા હાવર્ડ સ્મિથસોનિયન સેન્ટરના વૈજ્ઞાનિક જેસન દિટમેને કહ્યું કે છેલ્લા એક દાયકાની અા સૌથી રોમાંચક શોધ છે.

ધરતીની જેમ પડે છે પ્રકાશ
સંશોધકોના જણાવ્યા અનુસાર એલએચએસ ૧૧૪૦ બી ગ્રહ જે તારાની પરિક્રમા કરે છે તે અાપણી અાકાશ ગંગાના તારા જેવું છે. જો કે એલએચએસ ૧૧૪૦ સૂર્યની તુલનામાં તે ખૂબ નાનો છે અને ઠંડો છે. ધરતીથી સૂરજના અંતરની તુલનામાં એલએચએસ ૧૧૪૦બી પોતાના તારાથી ૧૦ ગણો વધુ નજીક છે. તેની પર પણ પૃથ્વીની જેમ પોતાના તારાની અડધી રોશની પડે છે.
http://sambhaavnews.com/

You might also like