પૃથ્વીથી ૧૩૦૦૦ પ્રકાશવર્ષના અંતરે બર્ફીલો ગ્રહ મળી અાવ્યો

વોશિંગ્ટન: વિજ્ઞાનીઓએ પૃથ્વીથી લગભગ ૧૩૦૦૦ પ્રકાશ વર્ષના અંતરે નવો બર્ફીલો ગ્રહ શોધ્યો છે. આ ગ્રહ અત્યંત ઠંડો છે અને તે તેના અન્ય ગ્રહથી પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલો છે. વિજ્ઞાનીઓએ માઈક્રો લેસિંગ ટેકનિકથી આ ગ્રહની શોધ કરી છે. તેને ઓજીએલઈ-૨૦૧૬ -બીએલજી-૧૧૯ એલબી નામ આપવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માઈક્રો લેસિંગ ટેકનિકમાં આ ગ્રહનો પ્રયોગ ફલેશ લાઈટની જેમ કરવામાં આવે છે. તેનાથી દૂરની વસ્તુઓ શોધવામાં મદદ મળે છે. એપ્ટ્રોફિજિકલ જનરલ લેટર્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર આ ગ્રહ અત્યંત ઠંડાે હોવાથી તે ગ્રહ તરીકે રહી શકે તેમ નથી. જોકે તેની નજીકનો ગ્રહ ખૂબ ધૂંધળો છે. પરંતુ નવો શોધાયેલો આ ગ્રહ વિજ્ઞાનીઓને આકાશગંગામાં ગ્રહોનાં વિતરણને સમજવામાં મદદ કરી શકે છે. નાસાની પેસોડેના કેલિફોર્નિયા ખાતેની જેટ પ્રોપલ્સન લેબોરેટરીના વિજ્ઞાની યોસી શ્વાર્તવાલ્ડનું કહેવું છે કે બર્ફીલા ગ્રહને માઈક્રો લેસિંગ ટેકનિકથી શોધવામાં આવ્યો છે. તે અત્યાર સુધીનો ભાગ્યેજ જોઈ શકાય તેવો ગ્રહ છે.

સંશોધકોનું માનવું છે કે પૃથ્વીથી લગભગ ૧૩૦૦૦ પ્રકાશ વર્ષ દૂર આ ગ્રહ અત્યંત નાના ગ્રહની પરિક્રમા કરે છે. જેની દૃષ્ટિ શકિત સૂરજના માત્ર ૭.૮ ટકા છે.તેથી તે રીતે આ સૌથી નાનો ગ્રહ છે. જેનો મધ્ય ભાગ એટલો ગરમ નથી કે જે સૂરજની જેમ ઊર્જા ઉત્પન્ન કરી શેક.

એક અનુમાન એવું પણ કરવામાં આવી રહ્યું છે કે તે ગ્રહ કરતાં ટ્રેપિરટ-૧ની જેમ અત્યંંત ઠંડો અને નાનો ગ્રહ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાસાના સ્પિટ્રજર સ્પેસ ટેલિસ્કોપ અને પૃથ્વી પર આવેલા ટેલિસ્કોપોએ તાજેતરમાં જ આ ગ્રહની આસપાસ પૃથ્વીના આકારના સાત ગ્રહની હાજરી અંગે અનુમાન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સંશોધકોએ એક એવી પણ પદ્ધતિ વિકસાવી છે કે જેનાથી મગજના મુખ્ય શેલ બનાવી શકાય છે. આ શેલ ત્વચામાંથી બનાવવામાં આવ્યા છે. જેનાથી અલ્ઝાઈમર જેવી બીમારીમાં સારવાર કરી શકાય તેવા પ્રયાસ કરવામાં આવી
રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like