વિદેશી ભાષાને તમારા કાનમાં ટ્રાન્સલેટ કરી અાપતા ઈયરફોન શોધાયા

અાપણે જ્યારે અાપણા કરતાં અલગ ભાષા બોલતા રાજ્ય કે દેશમાં જઈએ ત્યારે અાપણને કોમ્યુનિકેશનનો સૌથી મોટો ડર હોય છે. વેવર્લી લેબ્સ નામની અમેરિકી કંપનીએ એકદમ સ્માર્ટ ઈયરફોન લોન્ચ કરીને અા સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે. ધ પાઈલેટ નામના નાનકડાં વાયરલેસ ઈયરફોન અાપણા કાનમાં ફિટ બેસી જાય છે. તેમાં સ્પેશિયલી ડિઝાઈન કરેલા નોઈસ કેન્સલિંગ માઈક્રોફોન અાસપાસનો ઘોંઘાટ ફિલ્ટર કરીને સતત વિદેશી ભાષા સાંભળતા રહે છે અને સાંભળતાની સાથે જ અાપણી ભાષામાં એ વાક્યને ટ્રાન્સલેટ કરી દે છે.
http://sambhaavnews.com/

You might also like