હવે તમારા Facebook એકાઉન્ટથી કમાણી કરો, જાણો કેવી રીતે

અમદાવાદ: ફેસબુક જલદી જ એક એવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે જેના માધ્યમથી તેમાં વીડિયો અપલોડ કરનારાઓ કમાણી કરી શકશે. એક વાર ફેસબુક આ સુવિધા અમલી બનાવી દેશે પછી તમે પોતાના ફેસબુક એકાઉન્ટથી કમાણી કરી શકશો. ફેસબુક વીડિયોમાં જાહેરાતો દ્વારા તમને કમાણી કરવાનો મોકો આપશે.

ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોશિયલ સાઇટ જલદી જ મિડ રોલ એડ ફોર્મેટ શરૂ કરવા જઈ રહી છે જેમાં વીડિયોને પબ્લીશ કરનારાઓને કમાણી કરવાનો મોકો મળશે. એના કેટલા માપદંડ પણ છે, જેના આધારે વીડિયો પબ્લિશરને પૈસા મળશે. આવો કેટલીક મુખ્ય બાબતો જાણીએ.

20 સેકન્ડ પછી
એક મીડિયા વેબસાઇટના જણાવ્યા પ્રમાણે જો કોઈ વીડિયો કોઈ યુઝર દ્વારા પબ્લિશ કરવામાં આવે છે તો તેને લોકો દ્વારા ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી જોઈ શકાશે. અને ત્યાર બાદ એક એડ પણ બતાવવામાં આવશે જેના પર યુઝરને પૈસા મળશે.

55 ટકા હિસ્સો
વીડિયોથી થનારી કમાણીમાં 55 ટકા હિસ્સો અપલોડ કરનારાને આપવામાં આવશે, જોકે એટલો જ હિસ્સો છે જે યૂટ્યુબ દ્વારા અપલોડ કરનારાઓને મળે છે. જોકે, આ વિશે હજી સુધી ફેસબુક તરફથી કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી.

100 મિલિયન યૂઝર્સ દરરોજ
ફેસબુકે કદાચ આ નિર્યણ વીડિયો જોનારા યુઝર્સની સંખ્યાને ધ્યાનમાં રાખીને લીધો હશે. તમને જણાવી દઈએ કે 2016માં દરરોજ 100 મિલિયન યુઝર્સ દ્વારા માત્ર વીડિયોને જોવા આવતો, જે એફબી પર પહેલાથી અપલોડ હતા. આ વીડિયોમાં વચ્ચે કોઈ પણ પ્રકારની એડ આવતી નહોતી.

You might also like