અહીંયા શૌચાલય જવા પર તમને મળશે 2500 રૂપિયા

અમુક જગ્યાઓ પર શૌચાલયની સુવિધા હોતી નથી ત્યાં આગળ સાર્વજનિક શૌચાલય બનાવવામાં આવે છે જેને શુલભ શૌચાલયનું નામ આપવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરવા પર તમારે પૈસા આપવા પડે છે. પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં શૌચાલયનો ઉપયોગ કરવા પર તમને 2500 રૂપિયા આપવામાં આવશે.

જી હા, આ એક અનોખી યોજના છે. દેશમાં ખુલ્લામાં શૌચને બંધ કરાવવા માટે અને દરરોજ શૌચાલયનો ઉપયોગ કરવા પર જોર આપવા માટે બાડમેર જિલ્લાના કલેક્ટર સુધીર શર્માએ એક નવી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ગામના દરેક પરિવારને શૌચાલયમાં શૌચ કરવા પર દર મહિને 2 હજાર 500 રૂપિયા આપવામાં આવશે. જણાવી દઇએ કે આ યોજના હાલમાં બે પંચાયતમાં જ શરૂ કરવામાં આવી છે. જો કે આ યોજનાને બીજી બધા ગામમાં પણ વધારવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત મિશનને પ્રોત્સાહિત કરવા અને લોકોનો શૌચાલયનો ઉપયોગ કરવાને લઇને જાગૃક કરાવવા માટે કેયર્ન ઇન્ડિયા ગ્રામીણ વિકાસ સંગઠન અને જિલ્લા પ્રશાસનની સહયોગથી બેગૂ અને ગિંદા પંચાયતોમાં એક અનોખી યોજના શરૂ કરવામાં આવી છે. કારણ કે ગામના લોકો શૌચાલયનું નિયમિત રૂપથી ઉપયોગ કરે અને એનાથી એમને 2500 રૂપિયા પણ મળશે.

http://sambhaavnews.com/

You might also like